ભુજ શહેરમાં થયેલ ફ્રોડની પૂરેપુરી રકમ 55,000 પરત અપાવી સાયબર ક્રાઇમ સેલ એલસીબી પશ્ચિમ કચ્છ ભુજએ સરાહનીય કામગીરી કરી
શ્રી જે.આર.મોથાલિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેંજ, ભુજ તથા શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા સાયબર ક્રાઈમના ગુન્હા અટકાવવા તથા શોધવા અંગેની સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ જે અનુસંધાને,
પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ- ભુજનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ ભેમાભાઈ ચૌધરી તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ રાજલબેન રામજીભાઈ મેતાનાઓ દ્વારા લોન-લોટરી ફોડ, અનઓથોરાઇઝેડ ટ્રાન્ઝેકશન ફ્રોડ, જોબ ફોડ, શોપીંગ ફોડ, આર્મીના નામે OLX/ફેસબુક એડમાંથી વસ્તુ ખરીદીને લગતા ફોડ જેવા સાયબર કાઇમના બનાવોમાં પશ્ચિમ- કચ્છ ભુજ જીલ્લા સાયબર સેલ (એલ.સી.બી.) હંમેશા ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થાય છે.
જેમાં અરજદારશ્રી પ્રકાશભાઈ દલાભાઈ પ્રજાપતી રહેમુજવાળા સાથે થયેલ ફોડની પૂરેપૂરી રકમ ૧,૫૫,૦૦૦/-પરત અપાવી સરાહનીય કામગીરી કરેલ.
આ કામની હકીકત એવી છે કે, અરજદારશ્રીને વોટ્સએપ ગ્રૂપમાંએક મેસેજ આવેલ અને એમાં એક એપ્લિકેશન Danidata ની લિન્ક આપેલ હતી અને એમાં લખેલ હતું કે એપ્લિકેશનમાં જે રૂપિયા ઇન્વેસ્ટ કરો એનું દરરોજ કમિશન મળશે જેથી અરજદારશ્રીએ .૫૫,૦૦૦/- DaniData ની એપ્લિકેશનમાં ભરેલ પરંતુ તે એપ્લિકેશન બંધ થઈ ગયેલ અને અરજદારશ્રીને તેમના રૂપિયા પરત મળેલ નહી જેથી અરજદારશ્રી દ્વારા સાયબર સેલ (એલ.સી.બી.) પશ્ચિમ કચ્છ-ભુજનો સંપર્ક કરતાં સાયબર સેલ (એલ.સી.બી.) દ્વારા આ બનાવમાં ભોગબનનારને મદદરૂપ થઇ તાત્કાલીક પત્રવ્યવહાર તથા ટેકનીકલ રીસોર્સના આધારે અરજદારશ્રીની ગયેલ પુરેપુરી રકમ ૫.૫૫,૦૦૦/- ફ્રીઝ કરાવેલ અને કોર્ટ ઓર્ડર મેળવી અરજદારશ્રીના અકાઉન્ટમાં પરત મેળવી આપેલ છે.
સાવચેતી
- કોઇપણ બેંક/મોબાઇલ કંપની માંથી ફોન કોલ આવે તો કોઇપણ જાતના બેંક અકાઉન્ટ તથા OTP ની
માહીતી શેર કરવી નહી
- કોઇ અજાણ્યા મોબાઇલ નંબરથી ફોન આવેથી મોબાઇલમા કોઇપણ એપ્લીકેશન (ઉ.દા.Team Viewer,
AriyDesk) ડાઉનલોડ/ઇન્સ્ટોલ કરવી નહી.
- અજાણી સ્ત્રીના ફોટાવાળી ફેસબુકમા ફ્રેન્ડ રીકવેસ્ટ એકસેપ્ટ કરવી નહી.
- કોઇપણ ચીજવસ્તુની ઓનલાઇન ખરીદી વખતે ઓફીસીયલ વેબસાઇટની ખરાઇ કરીને જ ખરીદી કરવી. => સસ્તા સોનાના નામે ઇન્ડીયા માર્ટમાં જાહેરાત આવે તો લાલચમાં આવવું નહીં.
- અજાણ્યા મોબાઇલ નંબર પરથી આવેલ કોઇપણ જાતની લીંક ઓપન કરવી નહી. લોન/લોટરીના નામે આવતા અજાણ્યા ફોન કોલથી સાવચેત રહેવું,
- જયારે કોઇપણ મિત્ર તેના ફેસબુક મેસેન્જર દ્વારા રૂપીયાની માંગણી કરે તો તે મિત્રની ઓળખ કરી તેના મોબાઇલ નંબર પર તેની ખરાઇ કરવી.
ભોગબનનારે કરવાની કાર્યવાહી
તમો ઓનલાઇન ફ્રોડનો ભોગ બનો તરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર – ૧૯૩૦ પર કોલ કરવો. તેમજ નજીકના પોલીસ સ્ટેશન/સાયબર સેલ શાખાનો સંપર્ક કરવો અને તમારા ફ્રોડ થયેલ બેંક ખાતાની સંપર્ણ વિગતો આપવી.