ભચાઉ ખાતે આવેલ કુડા-ભરૂડિયા વચ્ચે ફાર્મ હાઉસમાં ચાલતા જુગારધામનો પોલીસે કર્યો પર્દાફાશ : 27,50,000નો મુદ્દામાલ જપ્ત
copy image
ભચાઉ ખાતે આવેલ કુડા ગામથી ભરૂડિયા વચ્ચે એક ફાર્મ હાઉસમાં ચાલતા જુગારધામનો પોલીસે પત્તો સાફ કર્યો હતો. આ જુગારધામમાંથી કુલ 22 જુગારપ્રેમીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે સંચાલક નાસી જવામાં સફળ રહ્યો હતો. પકડાયેલા આ ઈશમો પાસેથી રોકડ રૂા. 77,560 કબ્જે કરાયા હતા. મળેલ માહિતી અનુસાર પોલીસને ભચાઉના કુડા ગામથી ભરૂડિયા વચ્ચે આવેલા એક ફાર્મ હાઉસમાં જિલ્લા બહારથી ખેલીઓ બોલાવી નાલ ઉઘરાવી તેમને જુગાર રમવાની વ્યવસ્થા કરેલ હોવાની ખાનગી રાહે બાતમી મળેલ હતી.
પૂર્વ બાતમીના આધારે પોલીસે બાતમી વાળા સ્થળે દરોડો પાડી કુલ 22 જુગાર પ્રેમીઓની ધરપકડ કરી હતી. તેમજ ભચાઉના લક્કીરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા અને સુરેન્દ્રનગરનો ભરત કોળી નામના શખ્સ આ જુગારધામનું સંચાલન કરતા હતા જે નાસી જવામાં સફળ રહ્યા હતા. તે સ્થળેરહી ગંજીપાના, પ્લાસ્ટિકના કોઈન, અંગ્રેજીમાં ધવલ લખેલી બુક, વાહનો નંબર જી.જે. 36 એ-એફ-2746, જી.જે. 33 -?બી -?0765, જી.જે. 03 – એફ-ડી-2397, જી.જે. 13 -એ-આર?- 6685, જી.જે. 13 – સી-બી -?7200, જી.જે. 27 – ડી-બી-0382 તથા 19 મોબાઈલ અને રોકડ રૂા. 77,560 એમ કુલ રૂા. 27,50,000નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસે પકડાયેલ આરોપીઓ સામે જુગાર ધારાને કલમ તળે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તેમજ નાશી છૂટેલ શખ્શોને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.