અંજાર ખાતે આવેલ ચાંદ્રાણીમાં જાહેરમાં પત્તા ટીંચતા નવ જુગારપ્રેમીઓને કુલ કી.1,91,200ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા
copy image
અંજાર તાલુકાનાં ચાંદ્રાણી ગામના બસ સ્ટેન્ડની નજીક સર્વિસ સ્ટેશનની બાજુમાં જાહેરમાં પત્તા ટીંચતા ગામના હસમુખ શામજી રાવલ, મિતેશ ભરત અબોટી, શંકર મેમા હુંબલ, રણધીર ગાભા હુંબલ, હરી ધમા મ્યાત્રા, રવજી રામજી હુંબલ, શંકર ભીમા હુંબલ, મનસુખ સામજી રાવલ અને અરજણ ગાગા હુંબલ નામના શખ્સોની ધરપકડ કરવામાં આવેલ હતી. ઝડપાયેલા ઈશમો પાસેથી બાઈક નંબર જી. જે. 12 – બી.એચ. 4124, જી.જે. 12 – ડી-એફ – 0916 તેમજ નવ મોબાઈલ અને રોકડ રૂા. 55,200 એમ કુલ રૂા. 1,91,200નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ સામે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.