મિરજાપરની સીમમાં એમ.ડી. વિલાની નઝીક વાડીમાંથી કુલ કી.1,20,600ના મુદામાલ સાથે આઠ જુગાર પ્રેમીઓ ઝડપાયા
copy image
ગત દિવસે રાત્રે એ-ડિવિઝન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મિરજાપર ખાતે આવેલ સીમમાં એમ.ડી. વિલાની નઝીક આવેલી વાડી નાનજી આમદ હુસેન કોલી ભાગે રાખી વાવે છે. આ નાનજી બહારથી ખેલીઓ બોલાવી ત્યાં તીનપત્તીનો જુગાર રમાડી રહ્યો છે. આથી પોલીસે તે સ્થળે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા નાનજી ઉપરાંત ભીમા ઉર્ફે ભીમજી સામત કોલી, અજીજ અલીમામદ ઓઠાર, સોયેબ નૂરમામદ નોડે, લાલજી જખુ કોલી, મોહમદ રિયાઝ મહેમુદભાઇ?રાયમા, કાંતિ ઓસમાણ કોલી તેમજ રજાક ઉમર કુંભારને રોકડા રૂા. 40,600 તથા આઠ મોબાઇલ કિં. રૂા. 40,000 અને બે બાઇક કિં. રૂા. 40,000 એમ કુલે રૂા. 1,20,600નો મુદ્દામાલ કબ્જે કર્યા હતા. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.