ભુજ શહેરમાં બે મહિલા સહિત 10  ખેલીઓને 15,160ના મુદામાલ સાથે ઝડપી પાડતી એ ડિવિઝન પોલીસ

970736623Jugar

copy image

ગત દિવસે સાંજે એ-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન ખાનગી રાહે બાતમી મળી કે, મુસ્તફાનગરમાં ઈબ્રાહીમ મસ્જિદની પાછળ હાજીપીર મદરેસા નઝીક રહેતા હસીનાબાઈ સમા તેના રહેણાંક મકાનની બહાર જુગારીઓને બોલાવી ગંજીપાના વડે જુગાર રમાડી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી હસીનાબાઈ ઉર્ફે બાયાબાઈ રહેમતુલ્લા સમા, હાજી જુમા ખાટકી, જુશબ ઓસમાણ સમા, અનીશ આમદ સમા અને ફિરોજ આમદ સુમરાને રોકડા રૂા. 4,660 તથા ત્રણ મોબાઈલ કિ. રૂા. 10,500 એમ કુલ્લે રૂા. 15,160ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ઝડપાયલ આરોપીઓ સામે જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.