ભૂજ શહેરના ભીડ નાકા બહાર ચાંદ ચોકના સોનાપુરીમાંથી કુલ કી.69,200ના મુદ્દામાલ સહિત 5 જુગાર પ્રેમીઓને ઝડપી પાડતી એલસીબી ટીમ ભુજ

copy image

ગત શનિવારના રાત્રિના સમયે એલસીબીની ટીમ ભુજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી રાહે મળેલ  પૂર્વ બાતમીના આધારે ભીડ નાકા બહાર ચાંદ ચોકના સોનાપુરીમાં લતીફ બાફણના રહેણાક મકાનની સામે જાહેર રસ્તા પર રોડલાઇટના અજવાળા તળે તીનપત્તીનો જુગાર રમાઇ રહ્યો હોવાથી એલસીબીએ દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા રમજુ ઇસ્માઇલ સોઢા, કાસમ અલીમામદ લોડક, કમલેશ રમેશ વણક, અકબર અલાના ભટ્ટી અને સલમા અભુબખર ભટ્ટીને રોકડા રૂા. 13,200, ત્રણ મોબાઇલ કિં. રૂા. 6000 અને એક રિક્ષા કિં. રૂા. 50,000 એમ કુલે રૂા. 69,200ના મુદ્દામાલ સાથે ઝડપી બી-ડિવિઝન પોલીસમાં જુગાર ધારા તળે ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.