કાળી તલાવડી વાડી વિસ્તારમથી 42,470ના મુદ્દામાલ સહિત બે જુગાર પ્રેમીઓને પદ્ધર પોલીસે ઝડપી પાડ્યા : પાંચ ફરાર
copy image
ગત દિવસે પદ્ધર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન તેમને ખાનગી રહે બાતમી મળેલ હતી કે કાળી તલાવડીના વાડીવિસ્તારમાં ગંજી પાનાં વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમાઈ રહ્યો છે.
મળેલી બાતમીના આધારે કાળી તલાવડીના વાડીવિસ્તારમાં દરોડો પાડી ઓસમાણ ઈબ્રાહીમ ગગડાની વાડી ઉપર નાળિયેરના ફડાના ભુંગામાં ગંજીપાના વડે જુગાર રમતા જુસબ ઈબ્રાહીમ ગગડા અને ધનજી કાનજી મારવાડાને ઝડપી લીધા હતા. જ્યારે ઓસમાણ ઈબ્રાહીમ ગગડા, ભાણજી મંગા મહેશ્વરી, શંકર ગોવિંદ ચાવડા અને નરશી મીઠું મહેશ્વરી તથા અભુભખર સિદિક માંજોઠી નાસી છુટયા હતા. દરોડા દરમ્યાન પદ્ધર પોલીસે રોકડા રૂા. 1470, બે મોબાઈલ કિ. રૂા. 1000 તથા બે બાઈક કિ. રૂા. 40,000 એમ કુલ્લે રૂા. 42,470નો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસે પકડાયેલ આરોપીઓ સામે જુગારધારા તળે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.