ભુજ તાલુકાનાં બળદિયાની વાડી ઉપરથી શ્રમજીવીની સગીરાનું અપહરણ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ

Kidnaping

copy image

ભુજ ખાતે આવેલ બળદિયાની સીમની વાડી પર ખેતમજૂરી કરતા પરપ્રાંતીય સગીરાનું અપહરણ થતાં ફરિયાદ માનકૂવા પોલીસ મથકે નોંધાવાઇ છે. આ બાબતે માનકૂવા પોલીસ મથકે સગીરાના વાલીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર ગત તા. 31-7ના બળદિયાની વાડી ઉપરથી આરોપી ફરિયાદીની સગીરવયની દીકરીને લગ્નની લાલચ આપી, ફોસલાવીને તેઓના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઇ ગયેલ છે. પેલીસે પોકસો સહિતની કલમો તળે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.