ભુજમાં શહેરના મોબાઇલ ટાવર પરથી કેબલની તસ્કરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ

ભુજ શહેરના પ્રમુખસ્વામીનગર વિસ્તારમાં આવેલા મોબાઇલ ટાવર પરથી કેબલની તસ્કરી થતાં ફરિયાદ નોંધાવવામાં આવેલ  છે. શહેરના પ્રમુખસ્વામીનગરમાં ઓધવ એવન્યૂ પાસે આવેલા વોડાફોન ઇન્ડસ ટાવરની સાઇટ પરથી ગત તા. 4/6ના સાંજથી રાત દરમ્યાન કોઇ અજાણ્યો ચોર ઇસમ આશરે 55 મીટર કેબલ વાયર જેની કિં. રૂા. 2500ની તસ્કરી કરી લઇ ગયાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકે સિક્યોરિટીના સુપરવાઇઝર અલ્તાફ માંજોઠી દ્વારા નોંધવાઈ છે.  પોલીસે  અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.