ભુજના એન.ડી.પી.એસ.ના કેસમાં ફરાર આરોપી ઝડપી પડાયો

Bike-Chor-arrested-by-Mulund-Police-station-20-Motorbikes-recoverd-Gallinews

copy image

ભુજ શહેરના એનડીપીએસના ગુનાના આરોપીને પૂર્વ કચ્છ એસઓજીએ ઝડપી પાડયો હતો. ગાંધીધામના કાર્ગો અને પીએસએલ ઝૂંપડા વિસ્તારમાં રહેનાર મનોજ ઉર્ફે રાજ ભાગવત શર્મા નામના શખ્સ સામે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે એનડીપીએસની કલમો તળે ગુનો નોંધાયો હતો. ભુજમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરતા આરોપીને પોલીસે ઝડપી પાડતાં આ માલ તેઓ મનોજ પાસેથી લઈ આવ્યા હોવાનો ખૂલાસો થયેલ હતો જેથી તેની વિરુદ્ધ પણ ગુનો નોંધાયો હતો ત્યારથી આ શખ્સ પોલીસથી નાસતો ફરતો હતો. દરમ્યાન આજે પૂર્વ કચ્છ એસઓજીએ આ શખ્સને પકડી પાડી ભુજ પોલીસના હવાલે કર્યો હતો. આ શખ્સ સામે અગાઉ ગાંધીધામ બી-ડિવિઝનમાં દારૂ સંબંધી 8, જાહેરનામાનું એક, આદિપુરમાં બાઇક ચોરી, અંજારમાં મારામારીનો ગુનો નોંધાયેલો હોવાનું પોલીસે વિગતો અનુસાર સામે આવ્યું છે.