અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના જયંતિભાઈ ભાનુશાળીની ટ્રેનમાં હત્યાની ઘટનાથી ચકચાર મચી છે.
અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના જયંતિભાઈ ભાનુશાળીની ટ્રેનમાં હત્યાની ઘટનાથી ચકચાર મચી છે. તેઓ સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેન દ્વારા ભૂજથી અમદાવાદ જઈ રહ્યાં હતાં ત્યારે આ ઘટના મોડી રાત્રે બની હતી અને રાત્રે બે વાગ્યાના આસપાસ રેલવે વિભાગને જાણ કરવામાં આવી હતી કે હાલ જયંતિભાઈ ભાનુશાળી નો મૃતદેહ માળીયા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. અને જાણવા મળતી વિગત અનુસાર કટારિયા અને સૂરબારી વચ્ચે આ ઘટના ઘટી. રાત્રે આ ઘટનાની બે વાગે રેલવે વિભાગને જાણ કરવામાં આવી હતી. ટ્રેનને બે કલાક સુધી માળીય સ્ટેશને રોકી રાખવામાં આવી હતી. અજાણ્યા શખ્સો એક આંખમાં અને બીજી છાતીના ભાગે ગોળી મારીને ફરાર થઈ ગયા હતાં.