બિદડા નજીક બૂટલેગર વાહન, દારૂ છોડી નાસી ગયો
માંડવી તાલુકાનાં બિદડા પાસે પોલીસને જોઈને બૂટલેગર પોતાનું વાહન તથા દારૂની બોટલ છોડી નાસી ગયો હતો. એલસીબીના સ્ટાફે જીતેશ ઉર્ફે જિતેન્દ્ર લક્ષ્મીદાસ સોની ને પડકાર્યો હતો. તે દરમ્યાન માંડવી બિદડા રસ્તા પર શખ્સોએ પોતાનું સ્કૂટર દોડાવીને બિદડાની ભાગોળે રૂકનશાપીરની દરગાહ નજીક બાવાળોની ઝાડીમાં છોડી નાસી ગયો હતો. કાર્યવાહી દરમ્યાન જીજે 12 એલ 1022 સ્કૂટરમાંથી બ્લુ મૂડ પ્રિમિયમ વ્હિસ્કીની બોટલ નંગ 11,કિંમત રૂ.3,850 સહિત રૂ.6,850નો મુદામાલ જપ્ત કરી સરકાર તરફે જયંતીલાલ તેજપાર મહેશ્વરીએ ફરિયાદ લખાવી અને નાસી છૂટેલા શખ્સોને ઝડપવાની તપાસ હાથ ધરી છે.