નેત્રામાં માતાજીની પૂજા મામલે લોખંડના સળિયાથી હુમલો
નખત્રાણા તાલુકાનાં નેત્રામાં માતાજીની પૂજા મામલે એક યુવાન પર ચાર ઇસમોએ હુમલો કર્યો હતો. ઘટના અંગે દિનેશ કેશાભાઈ સથવારા(રહે.નેત્રા,રવાપર રોડ)એ લખાવેલી ફરિયાદ પ્રમાણે માતાજીની પૂજા મામલે મનદુ:ખ રાખીને ગોવિંદ છગન સથવારા,જીણા દેવજી સથવારા,દિનેશ જીણા સથવારા અને રાજેશ કેશા સથવારાએ લોખંસ્નો સળિયો મારી,હુમલો કર્યો હતો. ઘટના અંગે ચારે વિરુદ્ર નખત્રાણા પોલીસ સ્ટેશને હુમલો તથા જાનથી મારી નાખવાની ધમકી અંગેની ફરિયાદ લખાવતા પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.