નાગોર સીમમાં ધાણીપાસા વડે જુગાર રમતા 16 ઇસમો ઝડપાયા
નાગોર સીમમાં ધાણીપાસાનો જુગાર રમતા 16 ઇસમોને પોલીસે 1.84 લાખની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા.તો બે ઇસમો ફરાર થઈ ગયા હતા.ભુજ બિ ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે,નાગોરની સીમમાં ધાણીપાસાનો જુગાર રમતા મહેન્દ્ર પુરી મહાદેવપુરી ગોસ્વામી, રમજાન મામદ ગગડા, મયુર નવીન ગોર, દીપ શાંતિલાલ ગોર,રાજેશ નરેન્દ્ર ગોર, ભરત યામશી શાહ, કેતન શાંતિલાલ ચાવડા, રુભા વિજયરાજી જાડેજા, ધર્મેશ ગોર, અતુલ વિનોદ ભીંડે, મકબુલ અબ્દુલ સુમરા, કપીલ પ્રવિણ રાજગોર, હનીફ ઇરફે હાનિયો જુમા ગગડા, જુસબ ઉર્ફે મંઢો ઇબ્રાહીમ ગગડા, ભાવસંગજી સાગાજી જાડેજા અને અમનશા જમાલશા શેખને રોકડ રૂ.1,84,400, જુગાર રમવાના સાધનો, 20 મોબાઇક, સહિત કુલ રૂ. 2,49,840 સાથે ઝડપી પાડ્યા હતા. તો ઇબ્રાહીમ જુમા ગગડા હાજર ન હતો અને પ્રકાશ ગઢવી નાશી છૂટયો હતો. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.