મોમાયમોરા રસ્તા ઉપરથી રૂ.94,000નો શરાબ ભરેલી કાર પકડાઈ
ભુજ આર આર સેલના સ્ટાફ પેટ્રોલીંગમાં હતી, તેવામાં મોમાયમોરા તરફ શરાબ ભરેલી કાર આવતી હોવાની બાતમી મળી હતી, જેથી મોમાયમોરા રસ્તા પર વોચ ગોઠવી હતી. દરમિયાન કાર નંબર જીજે 12 ડીએ 7990માં સવારઅનિરુદ્રસિંહ રૂપુભા જાડેજા તથા વિશ્વરાજસિંહ કિરીટસિંહ જાડેજા,જેઓ બંનેને પોલીસની પહેલાથી જ ગંધ આવી જતાં શખ્સ વાહન મૂકી ફરાર થઈ ગયા હતા, જેથી કારની કાર્યવાહી કરતાં તેમાંથી ઇંગ્લિશ શરબના 936 ક્વાર્ટરિયા, કિંમત રૂ.93,600ના મળી આવ્યા હતા.