નાડાપામાં જુગારના દરોડામાં 3 પકડાયા,5 નાસી ગયા

ભુજ તાલુકાના નાડાપા ગામના તળાવની પાળે બાવળની ઝાડીમાં જુગાર રમી રહેલા ઇસમોને પોલીસે રોકડ રૂપિયા સાથે પકડી પાડ્યા હતા, જયરે દરોડા દરમ્યાન 5 ઇસમો નાસી જવામાં સફળ રહ્યા હતા. બપોરના અરસામાં પદ્રર પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં ધનજી ગોપાલ ગાગલ, રમેશ ભાગું ડાંગર, કરમણ ભાગું માતા રોકડ રૂ. 17,500 સાથે ઝડપાઇ ગયા હતા. જયરે દરોડા દરમ્યાન સુજા જીવા માતા, લાલજી વાલજી ચાડ, સુનીલ માવજી માતા, રમેશ આલા કાગી અને અબ્દુલ જુમા મણકા નાસી ગયા હતા. તમામ ઇસમોઓ વિરુદ્ર સરકાર તરફે દિલીપસિંહ વાધેલાએ જુગારધારાની કલમો હેઠળ ફરિયાદ લખાવી હતી તેવું પ્રદ્રર પોલીસ સ્ટેશનના પીએસઓ ગેવરચંદ મોરિયાએ જણાવ્યું હતું. કામગીરીમાં ફોજદાર રાણાના માર્ગદર્શન હેઠળ કુલદીપસિંહ, સુરેન્દ્રસિંહ, યશપાલસિંહ સહિતની ટીમ જોડાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *