અબડાસા ખાતે આવેલ જખૌ બંદરે ટોકન વિનાની બોટ મળી આવતાં સાત શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો

png-clipart-cartoon-boat-ship-boat-cartoon-transport-thumbnail

copy image

 અબડાસા ખાતે આવેલ જખૌ બંદરે ટોકન વિનાની બોટ મળી આવતાં જખૌ મરીન પોલીસે બોટના સાત શખ્સ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. જખૌ મરીન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઓખા બંદરની એક અજાણી બોટ બંદરની જેટી પર લાંગરાયેલી છે. બાતમીના આધારે જખૌ મરીન પોલીસે આ `અલગરીબનવા’ બોટની તલાસી લઇ બોટના કોલ લાયસન્સ અને ટોકન માગતાં કોલ લાયસન્સની ઝેરોક્ષ આપેલ હતી, પરંતુ ટોકન રજૂ કરી શકી ન હતી. આમ ટોકન વિના જ તા. 4/8થી ઓખા બંદરેથી નીકળી અહીં તા. 8/4ના પહોંચી હતી. પોલીસે ગુજરાત મત્સ્ય ઉદ્યોગ કાયદાની કલમ 21 (1) ઇ અંતર્ગત આરોપીઓ અકરમ સતાર પાંજરી (બેટ), સબીર ઉમરભાઇ ભાયા (મીઠાપુર), રહીમ કાસમ થૈમ, હમીદભાઇ સુલેમાનભાઇ વાઢા, આદમભાઇ હારૂનભાઇ જાડેજા (તમામ બેટ) અને અલાયા આદમ સોઢાને ઝડપી પાડ્યા હતા, જ્યારે  સતારભાઇ લતીફભાઇ પાંજરી હાજર મળેલ ન હતો. પોલીસે સાત આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.