મગફળીની ખરીદીના બદલે આપવામાં આવેલ ચેક પરત ફરતા ભુજના વેપારીને કેદ, દંડ તેમજ વળતરનો આદેશ કરવામાં આવ્યો

jail_bars

copy image

ભુજમાં મગફળીની ખરીદીના બદલે આપવામાં આવેલ રૂા. 2,64,145 તથા રૂા. 83,000ના બે ચેક બેંકમાંથી પરત ફરતા બન્ને મામલા કોર્ટ સામે પહોંચતા કોર્ટે આરોપીને તકસીરવાન ઘોષિત કરી બન્ને કેસમાં 1-1 વર્ષની સજા,  દંડ તેમજ ચેકની રકમ વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો હતો. ભુજના નવીન નાગજી વોરાએ વેપાર અર્થે માવજી લાલજી વેકરિયા તથા લાલજી મુરજી વેકરિયા પાસેથી ખરીદેલી મગફળી પેટે અનુક્રમે રૂા. 2,64,145 અને રૂા. 83,000ના આપેલા ચેક બેંકમાંથી પરત ફરતાં આ કેસ માંડવીની જ્યુડિશિયલ કોર્ટ ખાતે ચાલતો હતો,  જ્યાં કોર્ટ દ્વારા  બન્ને પક્ષની દલીલ સાંભળી આરોપી નવીનને તકસવીરવાન ઠેરવતા તેને એક-એક વર્ષની સજા, રૂા. 5000 દંડ સહિત ચેકની રકમ વળતર પેટે ચૂકવવા આદેશ કરવામાં આવ્યો હતો.