ગાંધીધામમાં દુકાનમાંથી 28,000ના કરિયાણાની તસ્કરી
ગાંધીધામ શહેરના ગુજરાત હાઉસીંગ બોર્ડમાં આવેલી એક કરિયાણાની દુકાનને કારચલાકે નિશાન બનાવીને રૂ. 28,00ની તસ્કરી કરીને લઈ ગયાની ફરિયાદ લખાવી છે. ગાંધીધામ બિ ડિવિઝન પોલીસે વિગતો આપ્ત જણાવ્યું હતું કે, ગુજરાત હાઉસીંગ બોર્ડમાં આવેલ રતનભાઈ ચમનાજી રાવલની દુકાનમાંથી કાર નંબર જીજે 12 7848નો ચાલક રૂ.28,000નો કરિયાણાનો માલસામાન તેલના ડબબા,ચોખાની બોરીઓ ગેસના બાટલા, સહિતનો સામાન તસ્કરી કરીને લઈ ગયા હતા. પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી છે.