ગાંધીધામ નજીક આવેલ જવાહરનગરમાથી  29750 ના મુદ્દામાલ સાથે  5 જુગારી ઝડપાયા

copy image

ગાંધીધામ પાસે જવાહરનગર સીમમાં જુગટું રમી રહેલા 5 સ્ખ્શોને સ્થાનિક પોલીસે કુલ રૂ.29,750 રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા. એ-ડિવિઝન પોલીસ મથકની ટીમ ગત બુધવારે સાંજે પેટ્રોલિંગ હતી તે દરમિયાન હાઇવે પર આવેલી એઆરસી હોટલ નજીક પહો઼ચતા ખાનગી રાહે બાતમી મળી હતી કે, જવાહરનગરની સીમાં અમુક ઇસમો જાહેરમાં ગંજી પાનાં વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે આ બાતમીના આધારે ત્યાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા અંકિતભાઇ સગતાભાઇ ચૌધરી, ભાવેશભાઇ પેથાભાઇ પટેલ, ભવાનભાઇ ધનાભાઇ પટેલ, નરેશભાઇ રામજીભાઇ ચૌધરી અને વિશાલભાઇ કરશનભાઇ પ્રજાપતીને રૂ.29,750 રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા પાડ્યા હતા. પોલીસે પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.