બારોઇ રોડ પરથી ગેરકાયદેસર રીતે ભરેલ આઠ ટન રેતીના  ટ્રેકટર સહિત બે શખ્શ ઝડપાયા

9kutch-bhaskar-pg1-0_b93b2e32-e8ff-41bd-8387-0892669044f8-large

copy image

બારોઇ રોડ પરથી ગેરકાયદેસર રીતે આઠ ટન રેતી ભરેલા બે ટ્રેકટરોને લોકલ ક્રાઇમ બ્રાન્ચે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. બારોઇ રોડ પર પેટ્રોલિંગ કરી રહેલા એલસીબીના હે.કો. વાલાભાઇ ગોયેલ અને પ્રદ્યુમનસિંહ ગોહિલે પૂર્વ બાતમીના આધારે ગેરકાયદેસર રેતી પરિવહન કરી રહેલા GH 7935 અને જીજે-05 સી 8065 નંબરના ટ્રેક્ટરને અટકાવી તપાસ કરતા તેમાંથી વિના પાસ પરમીટ કે રોયલ્ટી વગરની આઠ ટન રેતી મળી આવેલ હતી. ટ્રેકટર ચાલક શબીર જુસબ કુંભાર તથા રજાક આમદ કુંભાર પાસે રોયલ્ટી માંગતા રજૂ કરી શક્યા ન હતા જેથી ખાણખનીજ ધારા -34 મુજબ ટ્રેક્ટર હસ્તગત કર્યા હતા.