રાપર ખાતે આવેલ આડેસર-માખેલ વચ્ચે 31 હજારના સામાનની તસ્કરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ

રાપર ખાતે આવેલ આડેસર-માખેલ રોડ એકલવાંઢ જવાના માર્ગની સામે નવી બનતી હોટેલ નજીકથી કુલ રૂા. 31,000ના ચણતરના સામાનની તસ્કરી થઇ હતી. જે બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આડેસરમાં રહેનાર હારૂન અયુબ હિંગોરજાની આડેસર-માખેલ તરફ એકલવાંઢ તરફ જવાના માર્ગ સામે નવી બનતી હોટેલનું ચણતર કામ ચાલી રહ્યું છે. આ ફરિયાદી ગત તા. 3/8ના જ્યાં કામ ચાલુ હતું. ત્યાર બાદમાં કારીગરો અન્યત્ર કામ કરવા ગયેલ હતા, તે દરમ્યાન ચણતર, કોન્ટીંગનો સામાન ત્યાં પડી રહેલ  હતો. જે ગત તા. 7/8ના ત્યાં જણાયો ન હોતો. આ જગ્યાએથી 20 ફૂટની લોખંડના 15 જૂના પાઇપ, પાંચ નવા પાઇપ, પ્લાસ્ટિક, લોખંડના બેરલ, પાંચ ખપેડા, રેતી ચાળવાની લોખંડની જાળી, બે ત્રિકમ, ચાર પાવડા, પાંચ તગારા, સેન્ટીંગની પ્લેટ એમ કુલ રૂા. 31,000ના સામાનની તસ્કરી થયેલ હતી. આ બાબતે  પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.