ગાંધીધામ તાલુકાનાં જવાહરનગરમાથી પાંચ ખેલીઓ ઝડપાયા
copy image
ગાંધીધામ ખાતે આવેલ જવાહરનગર પાસે ગંજીપાના વડે જુગાર રમતા પાંચ જુગાર પ્રેમીઓને ઝડપી પાડવામાં આવ્યા. મળેલ માહિતી અનુસાર ગાંધીધામ ખાતે આવેલ જવાહરનગર નજીક એ.આર.સી. હોટલ નજીક જાહેરમાં પતા ટીંચતા રવેચીનગર આદિપુરના અંકિત સગતા ચૌધરી, ભવાન ધના પટેલ (ચૌધરી), ગળપાદરના ભાવેશ પેથા પટેલ, મેઘપર બોરીચીના નરેશ રામજી ચૌધરી તથા ખન્ના માર્કેટ ગાંધીધામના વિશાલ કરશન પ્રજાપતિને પોલીસે ઝડપી પાડયા હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડ રૂા. 29,750 કબ્જે કરવામાં આવ્યા હતા. પોલીસે પકડાયેલ આરોપીઓ સામે જુગારધારાની કલમો તળે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.