માંડવી ખાતે આવેલ મોટી સાંભરાઈમાથી નવ જુગારપ્રેમીઓને ઝડપી પાડતી ગઢશીશા પોલીસ  

copy image

માંડવી ખાતે આવેલ મોટી સાંભરાઈમાં ગત દિવસે રાત્રે જાહેરમાં બસ સ્ટેશન નજીક તીનપત્તી વડે જુગાર રમતા અરવિંદ બાનાલાલ મહેશ્વરી, રામજી સુમાર મહેશ્વરી, રમેશ લાલજી મહેશ્વરી, ધર્મેન્દ્ર લાલજી મહેશ્વરી, જેન્તી બાનાલાલ મહેશ્વરી, મોહન ખીમજી મહેશ્વરી, પરેશ શામજી મહેશ્વરી અર્જન તેજસ મહેશ્વરી અને ભાવેશ ચંદુ મહેશ્વરીને રોકડા રૂા. 5230 અને ચાર મોબાઈલ કિ. રૂા. 18,000એમ કુલ્લે રૂા. 23230ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ આરોપીઓ સામે જુગારધારાની કલમો તળે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.