કરજણ : કરણ ગામમાં સોનાની બંગડીઓ ચમકાવવાના બહાને રૂ.દોઢ લાખ ચાર બંગડીઓ લઇને ઇસમોઓ ફરાર
લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે એ કહેવતને સાર્થક કરતો એક બનાવ કરજણ તાલુકાના કરણ ગામમાં બનતા ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. કરજણ તાલુકાના કરણ ગામમાં સોનાની બંગડીઓ ચમકાવવાનું કહી ચાર નંગ બંગડીઓ લઈ બે ઈસમ ફરાર થઇ જતાં ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે કરજણ તાલુકાના કરણ ગામમાં રહેતા જશવંતસિંહ સોલંકીના ઘર પાસે બે યુવાનો મોટર સાયકલ લઇને આવ્યા હતા.જસવંતસિંહની પત્ની દિલહરબેનને કહ્યું હતું કે અમે સ્ટાઇલ્સ ધોવાનું, તાંબા–પિત્તળ તેમજ સોના ચાંદીના ઘરેણા ચમકાવવાનો ધંધો કરીએ છીએ.દિલહરબહેનને વિશ્વાસમાં લઇને બંને અજાણ્યા ઇસમોઓએ તેણીએ હાથમાં પહેરેલી સોનાની ચાર બંગડી આશરે પાંચ તોલાની રૂ.1,55,000ની સોનાની બંગડીઓ ચમકાવી આપવાનું કહી હળદર માંગી અને કેમિકલમાં ભેગું કરી જણાવેલ કે બંગડીઓ એક ડબ્બામાં નાખી કહેવા લાગ્યા હતા કે ગેસ પર ગરમ કરવું પડશે. બંને અજાણ્યા ઇસમોઓએ દિલહરબહેનની બંગડીઓ ડબ્બામાં નાખી ધોવા લાગ્યા હતા પછી તેણીને કહ્યું હતું કે ઘરમાંથી ડિટર્જન્ટ પાઉડર લઈ આવો જેવા દિલહરબેન ડિટર્જન્ટ પાઉડર લેવા ઘરમાં ગયા તેવામાં બે અજાણ્યા ઇસમોઓએ શરતચુક કરી સોનાની બંગડીઓ નંગ ચાર નજર ચૂકવી છેતરપિંડી કરી સોનાની બંગડીઓ ડબ્બામાંથી કાઢી લઇ અને ડબ્બો તેણીને પાછી આપીને ડબ્બો ગરમ છે થોડી વાર પછી ઠંડો પડે ત્યારે કાઢી લેજો અમે ગામમાં ફરીને પાછા આવીએ છીએ એમ કહી ચાર સોનાની બંગડીઓ કાઢી લઇ ફરાર થઈ ગયા હતા.દિલહરબેને ડબ્બો ખોલીને જોતા સોનાની બંગડીઓ ન દેખાતાં દિલહરબહેન તથા તેઓના પતિના પગ નીચેથી જાણે કે ધરતી ખસી જવા પામી હતી. ત્યારબાદ બંને અજાણ્યા ઇસમોઓની જસવંતસિંહે ગામમાં શોધખોળ કરતા ન દેખાતા દંપતિને પોતે છેતરાયાનો અહેસાસ થતાં જસવંતસિંહ સોલંકીએ બે અજાણ્યા ઇસમોઓ વિરુદ્ધ કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવતા પોલીસે અજાણ્યા ઇસમોઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહીના ચક્રો ગતિમાન કર્યા છે.