વરસામેડીમાં ધાણીપાસાનો જુગાર રમતા 7 ઇસમો પકડાયા
અંજાર તાલુકાનાં વરસામેડીની મુખ્ય બજારમાં આવેલ રામ મંદિરના ઓટા નજીક ધાણીપાસા નો જુગાર રમતા 7 ઇસમોને આશરે અડધા લાખની રોકડ સાથે પકડી પાડ્યા હતા. આ બાબતે અંજાર પોલીસને મળેલી બાતમીના આધારે વરસામેડીમાં જુગાર બાબતે દરોડો પાડતા મંદિરના ઓટલા નજીક ધાણીપાસાનો જુગાર રમતા રાજેન્દ્રસિંહ અણદુભા જાડેજા, પરેશ જયંતિલાલ શાહ, શંકર વિરજી દેવીપૂજન, હાજી નૂરમામદ ગંથ, દિલુભા વેલુભા જાડેજા, રમજાન ઈસ્માઈલ ત્રાયા, કૌશલ જગદીશ સોરઠીયાને રોકડ રૂ.49,850 સાથે પકડી પાડ્યા હતા. પોલીસે તમામ ઇસમોઓ વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.