માંડવી ખાતે આવેલ મોટી ભાડઈમાં દીવાલ બનાવવાના મામલે ત્રણ શખ્સોએ ધોકાથી માર માર્યો : પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ
માંડવી ખાતે આવેલ મોટી ભાડાઈમાં બાઈક પર જતા ફરિયાદીને આરોપીઓએ ઉભા રખાવી દીવાલ બનાવવા મુદ્દા અંગે ગાળો બોલી ધોકા વડે માર મારતા પોલીસ મથકે ફરિયાદ નોધાઇ છે. મળેલ માહિતી અનુસાર ગઢશીશા પોલીસ મથકે જતીન ચંદુલાલ ગોરીએ આરોપી અરવિંદ ગાંગજી ભાનુશાળી અને અન્ય બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોધાવી છે. નોંધાવેલી ફરિયાદી અનુસાર તેઓ આરોપીના ઘર પાસેથી બાઈક પર જઈ રહ્યા હતા. તે દરમિયાન રોકાવી દીવાલ કયારે બનાવી આપીશ તેવું કહી ભૂંડી ગાળો બોલી ફરિયાદીને હાથના ભાગે ધોકા વડે માર મારી ઈજા પહોચાડી હતી. આ બનાવ અંગે ગઢશીશા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.