આદિપુરની ઓફિસમાંથી રૂ 56,000ની તસ્કરી
આદિપુરના વોર્ડ 3 એમાં આવેલ જુનીયર નીરીક્ષક કાનૂની માપ વિજ્ઞાન વિભાગની ઓફિસમાંથી 56,000ના સાધનોની તસ્કરી થઈ છે. આ બાબતની આદિપુર પોલીસ સ્ટેશનથી માલતિ વિગતો પ્રમાણે આદિપુર વોર્ડ 3 એ વિસ્તારમાં આવેલ જુનીયર નીરીક્ષક માપ વિજ્ઞાન વિભાગની1-2ને ઇસમોએ નિશાન બનાવી ઓફિસના પાછળના દરવાજાનું તાળું તોડી રૂમમાં પડેલા આશરે 56,505ની કિંમતના વર્કીંગ સ્ટાન્ડર્ડ બેલેન્સ ઇલેકટ્રોનિક માપ સાધનોની તસ્કરી કરી ગયેલ છે. આ બાબતે પોલીસે વિનોદકુમાર વલ્લભદાસ દાવડાની ફરિયાદના આધારે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ તસ્કરીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.