ભુજ ખાતે આવેલ કેરામાથી 7 જુગારપ્રેમીઓ ઝડપાયા : 1 ફરાર

970736623Jugar

copy image

ભુજ ખાતે આવેલ કેરા ગામના ગજોડ ત્રણ રસ્તા નજીક મહેશ્વરી વાસની પાછળ જાહેર ખેતરમાં ધાણીપાસા વડે જુગાર રમતા હબીબ મામદઅલી ફકીર, ઇલિયાસ અબ્દુલા સમેજા, મીઠુ મુસા જુણેજા, દામજી કાનજી મહેશ્વરી, નવીન ખીમજી મહેશ્વરી, રમેશ પંચાલ મહેશ્વરી અને રમેશ બાબુ સથવારાને ઝડપી લેવાયા હતા, જ્યારે બાબુ પચાણ મહેશ્વરી નાસી છૂટવામાં સફળ રહ્યો  હતો. માનકૂવા પોલીસે આ દરોડામાં રોકડા રૂા. 10,265નો મુદ્દામાલ કબ્જે કરેલ હતા. પોલીસે પકડાયેલા આરોપીઓ સામે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.