નખત્રાણાના ચાવડકાની વાડીમાંથી ફરી એક વખત  80 હજારનો શરાબ ઝડપાયો

copy image

270 શરાબની પેટી ઝડપાયાના તુરંત બીજા જ દિવસે ચાવડકાની વાડીમાં સ્થાનિક પોલીસે દરોડો પાડી ભોંયતળિયાંમાં સંતાડેલો 80 હજારનો શરાબ ઝડપી પાડયો છે. ગત દિવસે સાંજે ચાવડકાના જુવાનસિંહ જાડેજાની વાડી ઉપર નખત્રાણા પોલીસે દરોડો પાડ્યો હતો તે દરમીયાન આ વાડીમાં પતરાંની ઓરડીના નીચેના ભાગે બનાવેલા ગુપ્ત ભેંયતળિયાંમાંથી વ્હીસ્કીની બોટલ નંગ-168 કિ. રૂા. 58,800 તથા બિયર નંગ-216 કિ. રૂા. 21600 અને દારૂના વેચાણની હેરાફેરી માટે વપરાતી મોટર સાઈકલ કિ.રૂા. 50,000 એમ કુલ્લે રૂા. 1,30,000નો મુદામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમ્યાન આરોપી જુવાનસિંહ હાજર મળેલ ન હતો. નખત્રાણા પોલીસે આરોપી જુવાનસિંહ અને મોટર સાઈકલના માલિક તથા શરાબનો જથ્થો આપનાર વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ  કાર્યવાહી હાથ ધરી છે.