માંડવી ખાતે આવેલ નાની વિરાણીની વાડીઓ પરથી 57,500ના વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
માંડવી ખાતે આવેલ નાની વિરાણીની ચારવાડી પરથી કેબલ ચોરી થતાં ખેડૂતોમાં ઉચાટ વ્યાપ્યો છે. મળેલ માહિતી અનુસાર ગત તા. 11-8થી 12મી રાત્રિ દરમ્યાન ત્રણ બોર કેબલ અને એક વાડીમાંથી કુલ મળી અંદાજે 253 મીટર વાયર કિ. રૂા. 57,500ની તસ્કરી થયા અંગેની ફરિયાદ નાની વિરાણીના નરશી વાલજી વાસલી દ્વારા ગઢશીશા પોલીસ મથકે નોંધાવવામાં આવેલ છે. કોઇ અજાણ્યા ચોરે તેની તેમજ સાહેદો અશ્વિનભાઇ રામાણી, લાલજીભાઇ પટેલ અને નરશી નારાણ વાસાણીની વાડીમાથી કેબલની તસ્કરી કરી લઇ ગયેલ છે.