ભુજ અને ગાંધીધામમાંથી વધુ બે બાઇકની તસ્કરી
ભુજ ગાંધીધામમાં બાઇક તસ્કરીના બનાવમાં અંતે પોલીસ ફરિયાદ લખાવાઈ છે. છેલ્લા 1 માસમાં આઠથી વધુ તસ્કરીના બનાવઓ બની ચુક્યા છે. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે ગત8/1ના સમયગાળા દરમિયાન ગાંધીધામના રેલ્વે ઝુંપડા વિસ્તારમાં પાર્ક કરેલ બાઇક નવી નકોર કિંમત રૂ.79,000ની કોઈ ઈસમ તસ્કરી કરી જતાં વિક્રમ ઓમપ્રકાશ મોબારક્ષાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવાઈ છે. જ્યારે ભુજના હિલગાર્ડનની બહાર પાર્ક કૈલ બાઇક નંબર જીજે 3 એચએમ 1248 કિંમત 30,000 વાળી તસ્કરી થતાં પ્રશાંત જેન્તિભાઈ ઠક્કરે ફરિયાદ નોંધાવી છે.