મુલદ ટોલનાકા પરથી ઇકો કારમાંથી વિદેશી શરાબ પકડી પાડતી ભરૂચ એલસીબી
ભરૂચ એલસીબીના સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન નેશનલ હાઇવે મુલદ ટોલનાકા પરથી પસાર થતી એક ઈકોની શકના આધારે તપાસ કરતાં તેમાંથી રૂ.૪૪,૪૦૦નો વિદેશી શરાબ સહિત બે શખ્સને પકડી પાડી આગળની તપાસ ધરી હતી.પ્રાપ્ત પોલીસ વિગતો મુજબ ભરૂચ એલસીબીના પો.સ.ઇ એ.એસ.ચૌહાણ તથા પો.સ.ઈ વાય.જી. ગઢવી. તથા તેમના સ્ટાફ ખાનગી વાહનમાં ભરૂચ નેશનલ હાઇવે ઉપર પેટ્રોલીંગમાં હતા. દરમિયાન બાતમી મળેલ કે કોસંબા તરફથી સફેદ કલરની એક ઇકો નંબર જીજે-16-બીએન-4577માં વિદેશી શરાબની હેરાફેરી થઈ રહી છે. જે બાતમીના આધારે સફેદ ઇકોને ઉભી રખાવી તેની તપાસ કરતાં ઇકો કારમાં રહેલ વિદેશી શરાબની નાની-મોટી બોટલ મળી કુલ રૂ.૪૪, ૪૦૦ મળી આવ્યો હતો.પોલીસે કારમાં રહેલ બે શખ્સોની પુછતાછ કરતા બંન્ને શખ્સોએ પોતાના નામ નવીનભાઇ રમેશભાઇ પરમાર રહે. મોચીનો ઢોળ,જનતાબેંકની પાછળ જંબુસર તથા વિનય નવીનભાઇ પટેલ રહે. પટેલ ધર્મશાળા ગાયત્રી મંદિરની બાજુમાં પીપલ્સ કતારગામ ગાયત્રીનગર સોસાયટી-૪,સુરતના રહેવાસી હોવાનું અને આ વિદેશી શરાબ જંબુસર તરફ લઈ જવાનો હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ બંન્નેવ શખ્સોની ધરપકડ કરી તેમની પાસેથી જડતીના રોકડા રૂ.૬,૦૯૦,એક મોબાઇલ કિંમત રૂ.૭,૫૦૦,વિદેશી શરાબ રૂ.૪૪,૪૦૦તથા ઇકો કાર કિંમત ૩ લાખ મળી કુલ રૂ.૩,૫૭,૯૯૦/-નો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી હતી.