હિંમતનગરમાં તલવારથી કારના કાચ તોડી નંખાતા બે શખ્સો વિરૂધ્ધ ફરીયાદ

હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં ગાયત્રી મંદીર રોડ પર આવેલ એક પરીવારના મકાન આગળ પાર્ક કરેલ કારના બે ઇસમોએ બાઈક પર આવી કારના કાચ તોડી ફરાર થતાં બંને ઇસમો વિરૂધ્ધ હિંમતનગર એ. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ લખાવમાં આવી હતી. આ બાબતે હેતલબેન ભાવેશકુમાર જયરવાલએ લખાવેલી ફરીયાદમાં જણાવ્યા અનુસાર કોઈ અગમ્ય કારણોસર હિંમતનગરના ભોલેશ્વર વિસ્તારમાં રહેતા વિક્કી-નરેશભાઈ ભાટ અને આકાશ અશોકભાઈ ભાટએ બાઈક પર આવીને હેતલબેનના ઘર આગળ પાર્ક કરેલ ઈર્કો કાર નં. જીજે ૦૯ બીડી ક૭૪૮પર તલવારથી હુમલો કરી કારના આગળના અને પાછળના કાચ તોડી નાંખ્યા હતા. જે બાબતે હેતલબેનને ખબર પડતા તેણીએ બુમાબુમ કરતા આ બંને ઇસમો ફરાર થઈ ગયા હતા.ત્યારબાદ હેતલબેને તેમના પતિ ભાવેશકુમાર જયસ્વાલ અને જેઠ ભારતેશભાઈને જાણ કરતા બંને જણા ઘરે દોડી આવ્યા હતા.ત્યારબાદ તેમના ઘર સામે રહેતા દિગ્વિજયસિંહ ચંપાવતના ઘરે લગાવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજના-આધારે આ બંને ઇસમોને ઓળખી તલવારથી ઈર્કો કારના કાચ તોડી નાખી રૂ.૨૫,000નું નુકસાન કરતાં હેતલબેન જયસ્વાલે બંને ઇસમો વિરૂધ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *