ગાંધીધામ હાઇવે પર અકસ્માતમાં એક યુવાનનું મૃત્યુ
ગાંધીધામ નેશનલ હાઇવે પર ગાયત્રી પેટ્રોલ પંપ નજીક અકસ્માતે યુવાનનું મૃત્યુ નીપજયું હતું. આ બાબતની મળતી વિગતો પ્રમાણે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશને મધુ દેવરાજન(રહે. આદિપુર) એ ફરિયાદ લખાવી છે કે, પડાણા ગાયત્રી પેટ્રોલ પંપ સામે ગાંધીધામ હાઇવે પર ટ્રેલર નંબર જીજે 12 એક્સ 2349ના ચાલકે ટ્રેલર પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી તેના મિત્ર વિજયન ઓકેસોનકુનીના મોટર સાયકલ નંબર જીજે 12 બીજી 9892ને હડફેટે લઈ અકસ્માત કરતાં તેને ગંભીર રીતે ઇજાઓ થતાં મૃત્યુ નીપજયું હતું. પોલીસે ટ્રેલર ચાલક વિરૂધ્ધ અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.