ધોધાના નવાગામની સીમમાં અંગ્રેજી દારૂનો જથ્થો પકડાયો : શખ્સ ફરાર
ભાવનગર જિલ્લાના ધોધા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.એચ.સીસોદીયાને મળેલી બાતમીના આધારે નવાગામની સીમમાં દરોડો પાડી અંગ્રેજી દારૂની 8 પેટીનો જથ્થો પકડી લીધો હતો. જો કે,શખ્સ નાસી ગયો હતો. મળતી વિગતો પ્રમાણે ધોધા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સિસોદીયાને મળેલી બાતમી આધારે નવાગામની સીમમાં આવેલી વાડીમાં પ્રહલાદસિંહ ઉર્ફે પેલુભા છેલુભા ગોહિલ અંગ્રેજી દારૂની બોટલ રાખી વેચતો હોવાની હકીકતના આધારે દરોડો પાડતા વાડીમાંથી અંગ્રેજી દારૂની 96 બોટલ કિંમત 28,800નો મુદામાલ જપ્ત કરી તેના વિરૂધ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી શખ્સને પકડી લેવા તપાસ હાથ ધરેલ.આ કામગીરીમાં ટીમના એ.વી.ચુડાસમા, એ.એમ.મોરી, એચ.એન.ગોહિલ, એમ.એચ.વાઢેર, ગીરીરાજસિંહ જાડેજા તથા યશપાલસિંહ ગોહિલ જોડાયા હતા.