બિદડામાં ટેમ્પોમાં લઈ અવાતો 2.16 લાખનો ઈંગ્લીશ દારૂ પકડી પાડ્યો
માંડવી તાલુકાનાં બિદડા ગામે બાતમીના આધારે ગત રાત્રના અરસામાં દરોડો પાડીને પોલીસની જિલ્લા સ્થાનિક ગુના શોધક શાખાએ રૂ.2.16 લાખની કિંમતનો ભારતીય બનાવટનો ઈંગ્લીશ પ્રકારનો દારૂ પકડી પાડ્યો હતો. અલબત શખ્સ બિદડાનો સહદેવસિંહ ઉમેદસિંહ જાડેજા હાથમાં આવ્યો ન હતો. ખાખરથી બિદડા તરફના રસ્તે દારૂ લઈને જઇ રહેલો ટેમ્પો આવી રહ્યો હોવાની પૂર્વ બાતમી થકી એલ.સી.બી. ટીમએ રાત્રિ પેટ્રોલીંગ દરમ્યાન બિદડા ગામની ભાગોળે ક્રિકેટના મેદાન નજીક આ સફળ દરોડો પાડ્યા હતો. પોલીસ સાધનોએ આ વિષેની વિગતો આપતા જણાવ્યું હતું કે ટેમ્પોની તપાસ લેવાતા તેમાંથી દારૂની 750 મી.લી.ની 480 બોટલ તથા દારૂના 480 ક્વાટરિયા મળી કુલ રૂ.2.16 લાખનો જથ્થો કબ્જે કરાયો હતો.જીજે 3 બીટી 9355 નમબેરનો રૂ. 2 લાખની કિંમતનો ટેમ્પો પણ કબ્જે કરી લેવાયો હતો. દરોડા દરમિયાન પોલીસને હાથતાળી આપીને નાસી છૂટેલા બિદડાના શખ્સ સહદેવસિંહ જાડેજા સમ્મે માંડવી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધણી કરાવાયો હતો. આ શખ્સને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. એલ.સી.બી.ઓઆસુરાની ઈન્સ્પેકટર એમ.બી. ઓઆસુરાની રાહબરીમાં ફોજદાર એચ.એસ.તિવારી સાથે ટીમના સભ્યો દરોડાની તપાસમાં જોડાયા હતા.