શિકારપુરમાં મંદિરને નિશાન બનાવીને રૂ.2 લાખની તસ્કરી
ભચાઉ તાલુકાનાં શિકારપુર ખાતે આવેલા મંદિરને નિશાન બનાવીને ઇસમો 2 લાખની મતા તફડાવી જતાં આ સમગ્ર મુદો સામખિયાળી પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવાઈ છે. પ્રાપ્ત થતી મળતી વિગતો પ્રમાણે કોઈ અજાણ્યા શખ્સો બહુચરાજી માતાજીના મંદિરના તાળાં તોડીને મૂર્તિ ઉપરના ચાંદીના આભુષણો, છતર, નથડી, બુટી સહિત 2,19,717ની તસ્કરી કરી જતાં આ બાબતે ભાવાન મૂળજીભાઈ પટેલે ફરિયાદ લખાવી છે. જે ફરિયાદના આધારે પોલીસ દ્રારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સામાન્ય પ્રજાજનો અને સરકારી કચેરીઓ બાદ હવે કચ્છમ મંદિરો પણ સલામત રહ્યા નથી.