વંથલી પાસે કાર હડફેટે ઇજાગ્રસ્ત યુવાનનું મૃત્યુ
જુનાગઢના શાંતેશ્વર વિસ્તારના અને હાલ પંચાળા રહેતા દિલીપભાઈ મસરીભાઇ ખેર(ઉ.વ.32)ના બાઇક પર વંથલી રસ્તા પર જતાં હતા. ત્યારે શાપુરના પુલ પાસે અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા દિલીપભાઈને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજયું હતું. આ બાબતની ફરિયાદ થતાં વંથલી પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.