મેવડ ટોલટેક્ષ પાસે રૂ. 11.26 લાખનો શરાબ ભરેલી ગાડી પકડાઈ
મહેસાણા-અમદાવાદ હાઇવે પર વાહન ચેકિંગની કામગીરીમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબાલ રાજેન્દ્રસિંહને બાતમી મળી હતી કે અમદાવાદ તરફથી વિદેશી શરાબનો જથ્થો ભરી એક આઇસર ટ્રક મહેસાણા તરફ આવી રહી છે. જેના આધારે પોલીસે મેવડ ટોલટેક્ષ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન પહોંચેલી એક શંકાસ્પદ જણાતી આઇસરને ઉભી રખાવી હતી. અંદર તલાશી કરતાં પેપર ટોલની આડશમાં સંતાડીને લઈ જવાતો ભરતીય બનાવટનો જુદી-જદી બ્રાન્ડનો રૂ. 11,26,800ની કિંમતની વિદેશી શરાબની 3756 બોટલો મળી આવી હતી. પોલીસે બે ગાડીઓ સહિત 30,41,80ની મતા જપ્ત કરી છે. ઇસમોઓ વિરુદ્ર ગુનો દાખલ કર્યો છે.