માળિયાના ધાંટીલામાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

માળિયા પોલીસે મંદાકીના સરપંચ સહિત પાંચ શખ્સોને પકડી કાયદાનું ભાન કરાવ્યું માળિયા પોલીસે જુગાર રમતા પાંચ શખ્સોને પકડી પાડીને રોકડ રકમ કબ્જે કરી છે. જુગાર રમતા શખ્સોમાં મંદરકી ગામનો સરપંચ પણ પોલીસની ઝપટે ચડી ગયો છે. મોરબી જિલ્લા પોલીસવડાની માહિતી હેઠળ માળિયા પીએસઆઈ જે.ડી ઝાલાના સ્ટાફ સુરૂભા પરમાર, મહિપતસિંહ સોલંકી, દિવ્યરાજસિંહ જાડેજા, લાલભા ચૌહાણ, વનરાજસિંહ લીંબોલા અને તેજપાલસિંહ ઝાલા સહિતના સ્ટાફ પેટ્રોલીંગમાં હોય દરમિયાન બાતમીને આધારે ધાંટીલા ગામે કોળી વાસમાં દરોડો પાડ્યો હતો. જેમાં જુગાર રમતા ભીમજી અમરશી અગેચણીયા પ્રશાંત ધનજી ભોજવિયા, રસિક હરજીવનભાઈ પટેલ, ભૂપત નાનજીભાઇ ઉપાસરીયા અને ચંદુ અમરશીભાઈ અગેચણીયા એમ પાંચને પકડી પાડીને રોકડ રકમ 25,040 કબ્જે કરી છે. ઠંડીની મોસમમાં જુગાર રમતા સરપંચ સહિતના પાંચ શખ્સોની પોલીસે ટાઢ ઉડાડી દીધી છે.અને કાયદાનું ભાન કરાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *