ગાંધીધામમાં જુગાર રમતા 4 આરોપીઓ પકડાયા
ગાંધીધામ ગોપાલપુરી રેલવે સ્ટેશન નજીક જાહેરમાં જુગાર રમતા 4 આરોપીઓને ગાંધીધામ પોલીસે પકડી પાડ્યા હતા. આ ઘટનાની મળતી વિગતો પ્રમાણે ગાંધીધામ બી ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે રેલવે સ્ટેશન નજીક જાહેરમાં જુગાર રમતા પ્રકાશ શંકરલાલ રાઠોડ હનીફ બચુ સોઢા પુનિત ગોવિંદભાઇ સથવારા રમજુ બચુ સોઢાને 10,400ની રોકડ સાથે પકડી પાડ્યા હતા. પોલીસે જુગારધારા હેઠળ 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.