ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીના હત્યા કેશમાં થયો ખુલાશો જાણો સમગ્ર બાબત
ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીના હત્યા કેશમાં થયો ખુલાશો જાણવા મળતી વિગત અનુસાર સોમવારે મધરાત્રે ભૂજ-બાંદ્રા સયાજીનગરી ટ્રેનના ફર્સ્ટ ACમાં અમુક શખ્સોએ પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીના આંખ અને છાતીના ભાગે બે ગોળી મારીને હત્યા કરી ફરાર થઈ ગયેલા હતા. આ ઘટના બનવાને કારણે રાજકારણ પણ ગરમાયું હતું સાથે સાથે આ હત્યા શા માટે કરવામાં આવી તે પણ એક મોટા પ્રશ્ન સ્વરૂપ બન્યો હતો. કચ્છના અગ્રણી રાજકારણીની હત્યાનો કોયડો હવે પોલીસે ઉકેલી નાંખ્યો છે. જાણવા મળતી વિગત અનુસાર આ હત્યા કરનારા શાર્પ શૂટર્સ પૂણેના હતા અને શાર્પ શૂટર શેખર તેમજ સુરજીત ભાઉ નામના આ બંને શખ્સો ની પોલીસે ઉત્તર પ્રદેશથી ધરપકડ કરેલ છે. આ ઉપરાંત ક્યા કારણે જયંતી ભાનુશાળીની હત્યા કરાઈ તે જાણવા પોલીસ પ્રયાસ કરી રહી છે. એફઆઈઆરમાં સામેલ મહિલા મનિષા ગોસ્વામીની પણ હત્યામાં સંડોવણી બહાર આવી છે પરંતુ હજુ તે પોલીસની પકડમાં આવી નથી.