આર.આર.સેલ દ્રારા રાધનપુર નજીકથી 28 લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો

 

ભુજ આર.આર.સેલે રાધનપુર-ભાભર ત્રણ રસ્તા નજીકથી આઇસર ગાડીમાં લઈ જવાતા રૂ.28,56,000ની કિંમતના દારૂ સાથે એક ઇસમને પકડી પાડ્યો હતો. જેની સામે ગુનો નોંધીને આગળની તપાસ ધરવામાં આવી હતી. આ બાબતે પ્રાપ્ત થતી વિગતો મુજબ રાધનપુર-ભાભર ત્રણ રસ્તા નજીક આર.આર.સેલ ભુજના પીએસઆઈ જી.એમ.હડિયાના માર્ગદર્શન હેઠળ નરપતસિંહ તથા મહેન્દ્રસિંહ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, ભાભર તરફથી એક આઇસર ગાડી નંબર જીજે 6 એવી 7826માં એક શખ્સ ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ ભરીને રાધનપુર તરફ જાય છે. જેના આધારે રાધનપુર-ભાભર ત્રણ રસ્તા પર નાકાબાંધી કરીને ભજનારામ લાડુરામ બિષ્નોઈ(રહે. સંધડવા,રાજસ્થાન)ને અટકાવ્યો હતો. ગાડીની તલાશી કરતાં તેમાંથી અંગ્રેજી દારૂની 28,560બોટલ કિંમત રૂ.28,56,000 મળી આવ્યો હતો પોલીસે દારૂ ઉપરાંત મોબાઇક ફોન 1 કિંમત રૂ.1,000 તથા ગાડી કિંમત રૂ.10 લાખ મળીને કુલ રૂ.38,57,000નો મુદામાલ જપ્ત કર્યો હતો. રાત્રિના અરસામાં દારૂ રાજસ્થાનના સાંચોરથી લઈ જવાતો હતો અને તે બાબતે રાધનપુર પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *