સુખપરના દવાખાનામાં થયેલી તસ્કરીનો ભેદ ઉકેલાયો

ભુજ તાલુકાનાં સુખપર ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી થયેલી તસ્કરીનો ભેદ માનકુવા પોલીસ દ્રારા ઉકેલાઈ ગયો હતો. પોલીસે શખ્સને મુદામાલ સાથે ઝડપીને આગળની તપાસ હાથ ધરી હતી. આ બાબતે માનકુવા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલની માર્ગદર્શન હેઠળ તસ્કરીના શખ્સોને ઝડપવાની તપાસ હાથ ધરવામાં આવી હતી. જે અંતગર્ત માનકુવા પોલીસની ટીમ સૂરજપર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન શખ્સ મનસુખમનોજ પરમાર(ઉ.વ.23 રહે. સુખપર)મુદામાલ લઈને તેનું વેચાણ કરવા માટે કલ્યાણપર બાજુથી પગે ચાલીને આવતો હોવાની બાતમી મળતા પોલીસની ટીમ કલ્યાણપર ત્રણ રસ્તા પર પહોંચી હતી. ત્યારે એક શખ્સ માથા ઉપર ટીવી લઈને જઇ રહ્યો હતો. જે પોલીસની ગાડી જોઈને ટીવી મૂકીને ભગવા જતો હતો, ત્યારે ટીમે ઝડપીને તેની પૂછપરછ કરતાં તેણે ગુનાની કબૂલાત કરી હતી. મનસુખની ધરપકડ કરીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *