પૂર્વ કોર્પોરેટર સહિત 12 ઇસમો જુગાર રમતા પકડાઈ ગયા
પાલનપુરમાં અમીરસ્તા ઉપર શીવ માર્કેટ હરિ ચેમ્બર્સના બીજા માળે જુગાર રમતા હોવાનું પૂર્વ પોલીસને જાણ થતાં ગત સાંજના અરસામાં પોલીસે દરોડો પાડી આ વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. તમામને જુના પૂર્વ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ કમાલપુર વિસ્તારમાં ગત રાત સીધું કાયદેસરની તપાસ કરવામાં આવી હતી. જેમાં પકડાયેલામાં સુનીલકુમાર જોઈતારામ પટેલ, કાંતિભાઈ ગંગારામભાઇ પટેલ, રાકેશભાઈ પરષોતમભાઈ પટેલ, મનોજકુમાર મોહનલાલ પટેલ, મહેન્દ્રભાઇ ભીખાભાઇ પટેલ, દીવાનસીંગ હુબલાલ ચૌહાણ ભાવેશભાઈ ઈશ્વરભાઈ પટેલ, જિગ્નેશકુમાર દેવચંદભાઈ પટેલ, જગદીશભાઈ રામચંદભાઈ પટેલ, પિનેશભાઇ પ્રજાપતિ આ તમામ પાસેથી જુગાર સાહિત્ય મોબાઈલ નંગ 9 અને રોકડ રકમ 1,62,380 કુલ મળી રૂ.2,68,380નો મુદામાલ સાથે પકડી પાડ્યા હતા.