શાપર-વેરાવળમાં ગાંજાના જથ્થા સાથે મધ્યપ્રદેશનો ઈસમ પકડાયો

શાપર-વેરાવળમાં કારખાનામાં મજૂરીકામ કરતાં મુળ મધ્યપ્રદેશના ઇસમને રૂરલ એસઓજીએ ગંજના જથ્થા સાથે પકડી પાડી બે કિલો 750 ગ્રામ ગાંજો જપ્ત કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે. શાપર-વેરાવળમાં પી.એસ.પ્લાયવૂટના લેબર ક્વાટર્સ પાછળ રહેતા મુળ મધ્યપ્રદેશના રીવા જિલ્લાના રાજકુમાર રામવિલાસ કુર્મીને એસઓજીની ટીમે બાતમીના આધારે પકડી પાડી તેના ધરની જડતી ત્યાંથી રૂ. 19,250ની કિંમતનો બે કિલો 750ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. રાજકુમારની પૂછપરછમાં આ જથ્થો તે સુરતથી લાવ્યાનું ખૂલતાં ગાંજાના સપ્લાયરની અટક માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. એસઓજીના પીઆઇ એમ.એન.રાણા સાથે પીએસઆઈ વાય.બી.રાણા તથા ટીમના વિજયભાઈ ચાવડા, ઉપેન્દ્રસિંહ, અતુલભાઈ ડાભી, સંજયભાઈ નિરંજની, દિનેશભાઇ ગોંડલિયા અને મયુરભાઈ સહિતની ટીમે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *