બરંદાની સીમમાંથી વીજ વાયર સહિત રૂ.1.47 લાખની તસ્કરી
લખપત તાલુકાનાં બરંદા ગામની સીમમાંથી વીજ વાયરની ચોરી કરીને વીજ ઉપકરણને નુકસાન પહોચાડવામાં આવ્યું હતું. જે બાબતે અજાણ્યા શખ્સ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ બાબતે નારાયણ સરોવર પોલીસ સ્ટેશનમાં માધાપરના નિલેશ બાબુલાલ ગાંધી(ઉ.વ.45) એ લખાવેલી ફરિયાદ મુજબ તા.20-12-18થી તા.7-1-19ના અરસામાં બરંદાની સીમમાં સ્થિત 66 કેવી સબ સ્ટેશનથી 66 કેવી સબસ્ટેશન વાયોર સુધીના લોકેશન નંબર એપી/7 થી એપી/14 સુધીના વીજ પોલની વચ્ચે એલ્યુમિનિયમ વાયર તેમજ સ્ટ્રીગીગ હાર્ડવેરમાં રૂ.11,94,945 નું નુકસામ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત એલ્યુમિનિયમના વાયર 12,000 મીટર જેની ભંગાર અર્થે ભંગાર કિંમત રૂ.1,15,000 તેમજ સ્ટ્રીગીગ હાર્ડવેર કિંમત રૂ.32,000 મળીને કુલ રૂ. 1,47,000ના મુદામાલની તસ્કરી કરી લઈ જવા તેમજ ઉપકરણને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. જે બાબતે નારાયણ સરોવર પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.