ભાવનગર જિલ્લાના પાલિતાણના સગાપરા ગામના બંધ ઘરમાંથી ચોરો ત્રાટક્યા : 85 હજારની લૂંટ
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાનાં સગાપરા ગામના બંધ ઘરમાં ઇસમો ત્રાટક્યા હતા અને રોકડ સહિતનો મુદામાલ લઈ ભાગી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને કાર્યવાહી હાથ ધરી હતી. મળતી વિગતો પ્રમાણે પાલિતાણાના સગાપર ગામે રહેતા પ્રેમજીભાઈ કુરજીભાઈ ગોટી(ઉ.વ.75)એ એવા મતલબની ફરિયાદ લખાવી છે કે, તેઓ ગત તા.12/12થી 12/1 દરમિયાન ઘર બંધ કરીને સુરત તેના પુત્રના ઘરે પત્ની સાથે ગયા હતા. આ દરમિયાન કોઈ પણ સમયે ઇસમો ત્રાટક્યા હતા. ઇસમોએ વાડી બાજુની બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ડબ્બામાં રાખેલ રોકડ રકમ, વાસણો સહિતનો કુલ રૂ.85,000નો મુદામાલ લઈ ભાગી ગયા હતા. મકાન માલિક સુરતથી પાછા આવતા તેઓને ચોરી થયાની જાણ થઈ હતી. આ અંગે પાલિતાણા રૂરલ પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સગાપર ગામમાં ભયનો માહોલ ફેલાયો છે.