વડોદરામાં દારૂની મહેફીલ માણતા 8 મહિલાઓ સહિત 20 લોકોની અટકાયત
વડોદરા શહેરના વારસીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંધ દવાખાના નજીક ઉતરાયણને લઈને ધાબા પર શરાબની પાર્ટી કરતાં હાઇ પ્રોફાઇલ નબીરાઓ પકડાયા છે. જેમાં 12 પુરુષો અને 8 મહિલાઓની સામેલ છે જેમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ગત રાત્રના અરસામાં મહેફિલમાં દરોડો પાડતા દારૂડિયાઓના રંગમાં ભંગ પડ્યો હતો. પોલીસ તમામ દારૂડિયાઓને હોસ્પિટલમાં લઈ જઇ ઓલ્કોહોલ ટેસ્ટ કર્યા હતા. પ્રાપ્ત થતી વિગતો અનુસાર વડોદરામાં શરાબની પાર્ટી કરતાં નસીબા પકડાયા છે.